પુણે: શિવસેના (Shivsena) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)  બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને લઈને મોટો  ખુલાસો કર્યો છે. પોતાના એક નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા (Karim Lala) ને મળવા માટે મુંબઈ આવતા હતાં. રાઉતે મુંબઈમાં અંડરવર્લ્ડના સમય અંગેની વાત કરતા કહ્યું કે "એક સમય હતો જ્યારે દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને શરદ શેટ્ટી એ નક્કી કરતા હતાં કે મુંબઈમાં પોલીસ કમિશનર કોણ હશે અને સરકારના કયા મંત્રાલયમાં કોણ બેસશે? અમે અંડરવર્લ્ડનો એ સમય જોયો છે, પરંતુ હવે તેઓ અહીં ફક્ત ચિલ્લર છે." રાઉતે મુંબઈના તે સમયને યાદ કરતા કહ્યું કે "જ્યારે હાજી મસ્તાન મંત્રાલય આવતો હતો, ત્યારે મંત્રાલયના સમગ્ર કર્મચારીઓ તેને જોવા માટે નીચે આવતા હતાં."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE: આગામી રેલવે બજેટમાં આ ત્રણ મુદ્દા પર રહેશે મોદી સરકારનું ફોકસ, જાણો કોને થશે ફાયદો


આતંકીઓ સાથે પકડાયેલા જમ્મુ કાશ્મીરના DSP દેવિન્દર સિંહ પર થઈ મોટી કાર્યવાહી


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...